યે હૈં ન્યુઝ ઇન્ડિયા :વાવ
લગ્ન સીજન ચાલુ થતા વાવ ની બજારમાં ભારે ભીડ ઉમટી છે જયારે લોકો ને કોરોના નો ડર રહ્યા વિના વાવ ની બજાર માં ભીડ ઉમટી છે અને લોકો માસ્ક વિના જોવા મળતા સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડ્યા લીરે લીરા જોવા મળ્યા. કોરોના ના વધતા કેશો વચ્ચે લોકો ની બેદરકારી સામે આવી રહી છે .જેમાં લોકો બિન્દાસ પણે માસ્ક વગર જોવા મળ્યા છે .જયારે બીજી બાજુ રાજ્ય ના DGP આશિષ ભાટિયા એ તમામ જીલ્લા પોલીસવડા ને નિયમો નું કડક પાલન કરાવવા નો નિર્દેશ કર્યો છે .જેમાં માસ્ક નાક ની નીચે માસ્ક ઉતરી ગયું હશે તો પણ પોલીસ ૧ હજાર નો દંડ લેવાનો નિર્દેશ કરાયો છે તો બીજી બાજુ લોકો સામાજિક અંતર નહિ રાખે તો કોરોના કંટ્રોલ કેવી રીતે આવશે જેવા અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે હવે જોવાનું રહ્યું …તંત્ર કેવા પ્રકાર ના પગલાઓ ભરશે ….