બનાસકાંઠા : ઉમરકોટમાં યુવતીને અશ્લીલ ફોટા વાયરલ કરવાની ધમકી, યુવક સામે ગંભીર આરોપ

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઉમરકોટ ગામમાં લગ્નથી ઈનકાર કરનાર એક યુવતી સામે યુવકે અશ્લીલ ફોટા વાયરલ કર્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. સમગ્ર મામલે યુવતીએ 5 ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ બાદ પણ આરોપીઓ તરફથી જીવના ભય સાથે ધાકધમકી આપવામાં આવતા યુવતી અને તેની માતા પાલનપુર જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને રજૂઆત કરવા મજબૂર બન્યા હતા.

યુવતીના કહેવા મુજબ આરોપી યુવકે તેમના ઘરમાં ઘૂસીને તોડફોડ કરી ઘરવખરીને નુકસાન પણ પહોંચાડ્યું હતું. આરોપીઓની ધરપકડ ન થતા, યુવતી અને તેમની માતાએ કલેક્ટર કચેરીના બગીચામાં રાત્રી વિતાવવાનો નિર્ણય લેવો પડ્યો હતો.

યુવતીના આક્ષેપ મુજબ, પોલીસ દ્વારા તેમની ફરિયાદ પૂરી રીતે લેવામાં આવી નથી અને આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી બહાર છે. આ ઘટનાએ સ્થાનિક સ્તરે ખળભળાટ મચાવ્યો છે અને મહિલા સુરક્ષા પર ગંભીર પ્રશ્નચિન્હ ઊભા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *