બનાસકાંઠા ના થરાદ ખાતે UGVCL ટેકનિકલ કર્મચારીઓ પોતાના જીવના જોખમે રાત દિવસ જોયા વિના પોતાના પરિવારની પરવા કર્યા વગર રાજ્યની જનતાને અવિરત વીજ પુરવઠો મળી રહે તેવા હેતુથી જીવના જોખમે નોકરીની કલાકો ગણ્યા વિના નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી રહ્યા છે ત્યારે જેમાં કોરોનાની મહામારી તેમજ કુદરતી આફતો જેવી કે વાવાઝોડા. પૂર હોનારત, અતિવૃષ્ટિ વગેરેમાં દરેક કર્મચારીઓ એ પોતાના જીવ જોખમમાં મૂકી કામ કર્યું છે .ત્યારે આજ રોજ થરાદ ખાતે પોતાના પડતર પ્રશ્નો ને લઈને થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ને આવેદન આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં વિવિધ માંગણીઓ જેવી કે વર્ગ-૪ માંથી વર્ગ-૩માં સમાવી વિસંગતતા દૂર કરવી જોઈએ દરેક કર્મચારી ધોરણ-૧૦ પાસ ઉપર – બે વર્ષ માટે આઇ.ટી.આઇ. પાસ બે વર્ષ એપ્રેન્ટિસશીપ ત્યાર બાદ NCVT ની પરીક્ષા પાસ કરી તેમાં પણ મેરીટ ઉંચુ અને લેખિત પરીક્ષા પણ પાસ કરી સમય મર્યાદામાં અનેક પ્રકારની સ્પર્ધાઓ આપી તેમજ લાયકાતને યોગ્યતા ધરાવતા હોવા છતાં બિનકુશળ કર્મચારી તરીકે પટાવાળા, બગીચાના માળી, સફાઈ કામદાર વગેરેની સમકક્ષ ગણવામાં આવે છે આથી પસંદગી માટે શૈક્ષણિક ધારા ધોરણ કામની કુશળતા અને કાર્યક્ષેત્રને લગતી કામગીરી અન્ય ઓફિશિયલી કામગીરી કરતાં કુશળ કર્મચારી ગણી વર્ગ-૪ માંથી વર્ગ-૩માં સમાવેશ કરવો અને વર્ગ-૩ને મળવાપાત્ર તમામ લાભો આપી અસમાનતા અને વિસંગતતા તેમજ પરીપત્રોની વિસંગતતા દુર કરવા રજૂઆત કરાઈ હતી