બનાસકાંઠા જિલ્લામાં દિન પ્રતિદિન અકસ્માતનો સિલસિલો યથાવત જોવા માળી રહ્યો છે. જેમાં અકસ્માતમાં અનેક લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે ભાભર-સુઈગામ હાઇવે પર અબાળા પાટિયા પાસે એક દૂધના ટેન્કરે એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. ટેન્કરે એક્ટિવાને ટક્કર મારતા જ આજુબાજુના સ્થાનિકો દોડી પહોંચ્યાં હતા અને પોલીસને જાણ કરી હતી જોકે એક્ટિવા સવાર બંને ઈસમો ઘટના સ્થળે, દરબાર સમાજ ના 2 લોકો ના મોત થતા સમાજ માં અરેરાટી જોવા મળી હતી.જોકે ધટના ની જાણ પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી લાશને ભાભર ની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.જોકે ટેન્કર ચાલક ધટના સ્થળે થી ફરાર થયો હોવાની માહિતી મળતા પોલીસે ચાલક ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે