સમગ્ર ભારતભરમાં સોશિયલ મીડિયા જેટલું ફાયદાકારક છે તેટલું જ નુકસાનકારક છે સોશિયલ મીડિયા દ્વારા અનેકવાર સાયબર ક્રાઇમની ઘટનાઓ બનતી હોય છે તેમજ ખાસ કરીને મહિલાઓ સાયબર ક્રાઇમ ની ભોગ બનતી હોય છે. જેના કારણે ક્રાઇમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. અત્યારે મહિલાઓ પર દિનપ્રતિદિન અત્યાચાર ના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા મહિલાઓ પર થતા અત્યાચારો અટકાવવા માટે મહિલા આયોગ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે મહિલા આયોગના સભ્ય એવા રાજુલબેન દેસાઈ દ્વારા બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા રાજુલબેન દેસાઈ કોલેજો માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ તેમજ સરકારી કર્મચારી મહિલાઓ આંગણવાડી મહિલાઓ આશાવર્કર બહેનો સાથે અલગ અલગ જગ્યાએ બેઠક યોજી હતી મહિલાઓ પર થતા દિવસેને દિવસે અત્યાચાર અટકાવવા માટે મહિલાઓને જાગૃત કરવામાં આવી હતી.તેમજ સાયબર ક્રાઇમ તેમજ સોશિયલ મીડિયા દ્વારા મહિલાઓ પર થતા અત્યાચારને અટકાવવા માટે મહિલાઓ આગળ આવી મહિલા આયોગ દ્વારા મહિલાઓને સુરક્ષિત માટે કરવામાં આવેલી વેબસાઇડ પર અત્યાચાર ની ભોગ બનનાર મહિલાઓ આગળ આવી મહિલા આયોગ ને જાણ કરે જેથી મહિલા આયોગ દ્વારા તાત્કાલિક ધોરણે જે મહિલા અત્યાચારનો ભોગ બની હોય તેને મદદ કરી શકે તેવી રાજુલબેન દેસાઈ દ્વારા જાણ કરવામાં આવી હતી.તેમજ મહિલા પર થતા અત્યાચાર અટકાવવા માટે મહિલાઓને તેમજ વિદ્યાર્થીઓ ને જાગૃત કરાઈ હતી…