- યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )
વર્તમાન સમયમાં વાતાવરણમાં પ્રદુષણની માત્રામાં દિવસે દિવસે વધારો થઇ રહ્યો છે જેના કારણે ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતી સર્જાતાં હાલમાં ચિંતાનો વિષય બન્યો છે. આવા સંજોગોમાં દરેક વ્યક્તિએ પર્યાવરણની જાળવણી કરવા માટે પ્રયાસ કરવો ખુબજ અનિવાર્ય બની ગયું છે. વૃક્ષોનું રોપણ કરવું તેમજ વૃક્ષારોપણ બાદ તે વૃક્ષોનું યોગ્ય રીતે ઉછેર થાય તે જરૂરી છે.જેને અનુંલક્ષી આજે જેમાં જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ ના નેજા હેઠળ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે વાવ ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાયત્રી વિદ્યાલય વાવ ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો.. વાવ ભાજપનાં નવનિયુકત મહામંત્રી શ્રી રામસિંગ ભાઈ રાજપૂત સાહેબ તેમજ ભુરાભાઈ આસલ પૂર્વ પ્રમુખ નાગજીભાઇ પટેલ ભગવાનભાઈ વ્યાસ (માડકા) પૂર્વ મહામંત્રી અંબારાંમભાઈ જોષી પ્રકાશભાઈ વ્યાસ અમિરામભાઈ ડેડાવા ભાણજીભાઈ કનુભાઈ બારોટ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા….