પ્રેમિકાને બ્લેકમેલ કરતા પ્રેમીના અમાનુષી અત્યાચારથી ત્રાસેલી પ્રેમિકાએ આખરે પરચો બતાવ્યો

[ad_1]

Updated: May 9th, 2024


Vadodara Abhayam Team : વડોદરાના છાણી વિસ્તારમાં પ્રેમીના બ્લેકમેલિંગથી કંટાળી ગયેલી પ્રેમિકાએ આખરે અભયમની મદદ લઈ તેને પાઠ ભણાવતા પ્રેમીએ બે હાથ જોડીને માફી માગી હતી.

પ્રેમિકાએ કહ્યું છે કે, હું જેની સાથે પ્રેમ કરતી હતી તે યુવક જાણે મને પોતાની દાસી સમજતો હોય તેમ વર્તી રહ્યો છે. હું તેનો ફોન ન ઉઠાવો અથવા તો તેને ન મળવું તો વારંવાર મારા ફોટા અને વિડિયો વાયરલ કરવાની વારંવાર ધમકી આપી રહ્યો છે.

યુવક એટલી હદે શંકા કરી રહ્યો છે કે હું ક્લાસમાં હું અને ફોન રિસીવ ન કરું તો મને બીજા બોયફ્રેન્ડ સાથે ફરે છે તેમ કહી પરેશાન કરે છે. ક્યારેક હું કોઈ છોકરા સાથે વાત કરું તો મને અને છોકરાને બંનેને માર મારે છે. કોલેજમાં જવું તો મારો પીછો કરે છે અને ફોન રિસીવના કરું તો રાત્રે મારા ઘર સુધી આવી તમાશો કરે છે.

મારા પ્રેમીએ મને બ્લેકમેલિંગ કરીને એવી સ્થિતિમાં મૂકી દીધી છે કે, હું સોસાયટી તેમજ મારા ફ્રેન્ડ સર્કલમાં ખૂબ અપમાનિત થઈ ગઈ છું. અભયમની ટીમે પોલીસને સાથે રાખી યુવકનું કાઉન્સેલિંગ કરી વિડીયો અને ફોટા વાયરલ કરવાએ સાયબર ક્રાઇમનો ગુનો બને છે તેવી ચીમકી આપતા યુવકે બે હાથ જોડીને માફી માગી હતી અને હવે પછી ક્યારેય પીછો નહીં કરે તેવી લેખિતમાં બાહેધરી આપી હતી.

[ad_2]

Source link

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version