બનાસકાંઠા ના વાવ ખાતે કિશાન સંધ તથા ૧૪ ગામોના સરપંચો અને ખેડૂતો એકઠા થઈ આજ રોજ તા .૧૩/૦૧/૨૦૨૧ ના રોજ વાવ મામલદાર કચેરી ખાતે ઘસી આવી આવેદન પાઠવવા માં આવ્યું જેમાં વિવિધ પ્રશ્નો જેવા કે સોલાર પ્લાન્ટ અને બાગાયીતી જમીન ના કરવામાં આવે અને જેમાં વિવિધ ગામ જેવા કે ખી.પાદર ,અસારાગામ,આસારા વાસ જેવા અન્ય ૧૪ ગામો માં પણ બાગાયતી કે સોલાર નું કોઈ કામ નહિ કરવા જણાવ્યું હતું અને ભારતીય કિશાન સંઘ ના પ્રમુખ હીરાજી ગોહિલે અમારી મીડિયા ટીમ ને જણાવ્યું હતું કે વાવ તાલુકા ના ગામડાના ખેડૂતો નો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન કરે છે અને આ જગ્યા પશુપાલન તથા રહેણાંક વિસ્તાર તરીકે તેનો ઉપયોગ થાય છે તેમજ ખલુ તરીકે મોટા પાયે તેનો ઉપયોગ માં લેવાય છે અને વાવ તાલુકા ના તમામ ગામોમાં આવી જગ્યા જાગીરી વખત પોતાના કબજા ભોગવટા માં મળેલ છે અને તેનો ઉપયોગ થતો તેવી જગ્યા પર કોઈપણ કાર્યવાહી ન કરવામાં આવે જેવી માંગો સરકાર અને મામલદાર શ્રી ને કરી છે.જો હાલ માં આ બાબતે હાલમાં પંચનામું કરવામાં આવ્યું છે પરંતુ વિશેષ માં જણાવ્યું હતું કે આ જમીન છીનવી લેવામાં આવશે તો ખેડૂતો આત્મ વિલોપણ કરશે તેની સંપૂર્ણ જવાબદારી જવાબદાર તંત્ર ની રહશે જેવું ખેડૂતો અને ભારતીય કિશાન સંધ દ્વારા જણાવ્યું આવ્યુ હતું …..