ફોર્બ્સ 2022 દ્વારા દેશના 100 સૌથી ધનિક વ્યક્તિઓની લિસ્ટ જાહેર કરવામાં આવી છે. આ તમામ લોકોની નેટવર્થ 25 અબજ ડોલરથી વધીને 800 અબજ ડોલર થઈ ગઈ છે. એક વર્ષ પહેલાની સરખામણીએ શેરબજારમાં ઘટાડો થયો હોવા છતાં ટોચના 100 લોકોની સંપત્તિમાં વધારો થયો છે.
ફોર્બ્સ મુજબ અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણી પાસે કુલ 1,211,460.11 કરોડ રૂપિયાની સંપત્તિ છે. 2021માં તેમની સંપત્તિ ત્રણ ગણી વધી અને હવે 2022માં તેઓ નંબર વન પર આવી ગયા છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL) ના ચેરમેન મુકેશ અંબાણી પાસે કુલ 710,723.26 કરોડ રૂપિયાની સંપત્તિ છે. વર્ષ 2013 પછી આ પ્રથમ વખત છે જ્યારે તેમનો રેન્ક ઘટીને નંબર 2 પર આવ્યો છે.
રાધાકિશન દામાણી ડીમાર્ટ ચેઈનના માલિક છે અને તેઓ આ યાદીમાં ત્રીજા સ્થાને છે. તેમની કુલ સંપત્તિ 222,908.66 કરોડ રૂપિયા છે. દામાણીએ વર્ષ 2002માં એક સ્ટોર સાથે રિટેલ બિઝનેસમાં પ્રવેશ કર્યો હતો, હવે Dmart સમગ્ર દેશમાં 271 સ્ટોર ધરાવે છે.
વિશ્વની સૌથી મોટી વેક્સિન ઉત્પાદક સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII) ના ચેરમેન સાયરસ પૂનાવાલાની કુલ સંપત્તિ 173,642.62 કરોડ રૂપિયા છે. તેમની કંપનીએ કોવિડ-19 માટે રસી બનાવવા માટે ઘણા કરાર કર્યા છે. પૂનાવાલાની મિલકતમાં સ્ટડ ફાર્મનો પણ સમાવેશ થાય છે.
HCL ટેક્નોલોજીના ચેરમેન શિવ નાદરની નેટવર્થ 172,834.97 કરોડ રૂપિયા છે. શિવ નાદર ઈન્ડિયન IT સેક્ટરના ટોચના ઉદ્યોગપતિઓમાંના એક છે. તેમણે ચાલુ વર્ષમાં શિક્ષણ સંબંધિત કાર્ય માટે 662 મિલિયન ડોલરનું દાન આપ્યું હતું. સંપત્તિમાં ઘટાડો થવા છતાં તેમણે ટોપ 10માં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.
ફોર્બ્સની ટોચની 10 યાદીમાં ઓપી જિંદાલ ગ્રૂપના ચેરપર્સન સાવિત્રી જિંદાલ એકમાત્ર મહિલા અબજોપતિ અને સક્રિય રાજકારણી છે. તેમની કુલ સંપત્તિ 132,452.97 કરોડ રૂપિયા છે.
સન ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક દિલીપ સંઘવીની કુલ સંપત્તિ 125,184.21 કરોડ રૂપિયા છે. તેના પછી હિન્દુજા બ્રધર્સ આઠમા સ્થાને છે. હિન્દુજા બ્રધર્સના ચાર ભાઈ-બહેનોમાં શ્રીચંદ, ગોપીચંદ, પ્રકાશ અને અશોક એક છે. હિન્દુજા ગ્રુપની શરૂઆત 1914માં પરમાનંદ દીપચંદ હિન્દુજા દ્વારા કરવામાં આવી હતી. તેમની કુલ સંપત્તિ 122,761.29 કરોડ રૂપિયા છે.
આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર બિરલાની કુલ સંપત્તિ 121,146.01 કરોડ રૂપિયા છે. નવમા સ્થાને બિરાજમાન કુમાર બિરલાનો બિઝનેસ કપડાથી લઈને સિમેન્ટ સુધી ફેલાયેલો છે.
બજાજ ગ્રુપ પાસે 40 કંપનીઓનું નેટવર્ક છે. 96 વર્ષ જૂના પરિવારની આગેવાની હેઠળ જમનાલાલ બજાજે વર્ષ 1926માં મુંબઈથી બિઝનેસ શરૂ કર્યો હતો. તેમની પાસે કુલ 117,915.45 કરોડ રૂપિયાની સંપત્તિ છે.