સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે ગતરોજ અષાઢી બીજ હતી અને દેશભરમાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યા પર નીકળ્યા હતા.ત્યારે વાવ માં શ્રી સનાતન ધર્મ વૈષ્ણવ યુવક મંડળ વાવ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી.વાવ માં ધણા વર્ષો પછી ધર્મ ના કાર્ય અને તહેવારો ને પુનઃચાલુ કરવા શ્રી સનાતન ધર્મ વૈષ્ણવ યુવક મંડળ વાવના પ્રયાશો થકી ભગવાન જગન્નાથની શોભાયાત્રા નીકળવામાં આવી હતી જેમાં વાવના શ્રીત્રિકમજી મંદિર થઇને વાવ નગર ની ચો–ફેર શોભા યાત્રા ફેરવવામાં આવી હતી. આ શોભાયાત્રામાં લાઈવ ડી.જે.,ટ્રેકટર,ગરબા મંડળીઑ, ભજન મંડળીઓ,સહિત વિવિધ ઝાંખીઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું.જેમાં મહારાણા ના પ્રતાપ તેમજ છત્રપતિ શિવાજી ની જાંખી નું વિશેષ મહત્વ હતું જેમાં હિંદુ ધર્મ ના તહેવારો તેમજ કાર્યો ને પુનઃ શરુ કરવા જાંખી રાખી ધર્મ પ્રત્યે જાગૃકતા ફેલાવવામાં આવી હતી.વધુ માં વાવ પોલીસ ના સાહ સહકાર થી શાંતિપૂર્ણ માહોલ માં શોભાયાત્રા યોજાઈ હતી