મનિષ સિસોદીયા એકવાર ફરી ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં એક પછી એક મુદ્દાઓ ચૂંટણી લક્ષી રજૂ કર્યા છે ત્યારે આ વખતે શિક્ષણ મુદ્દે રાજનીતી થઈ રહી છે. એક રીતે ઘણી સારી વાત કહી શકાય છે કેમ કે, વિપક્ષ દ્વારા આ પ્રકારના મજબુતાઈથી મુદ્દાઓ ઉઠાવવામાં આવતા તેમાં જરૂરી પરીવર્તનો આવી શકશે. ત્યારે આ મુદ્દો આ વખતે અસરકારક આમ આદમી પાર્ટી માટે સાબિત થઈ શકે છે. તેમાં પણ છેલ્લા 4 મહિનાથી શિક્ષણનો ગુજરાતને લઈને મુદ્દો જાણે નેશનલ બન્યો હોય તેમ લાગી રહ્યુ છે.
મનીષ સિસોદીયાએ અગાઉ શિક્ષણ મંત્રીના વિધાનસભા ક્ષેત્રની સ્કૂલોની મુલાકાત લીધી હતી જ્યાં સ્કૂલોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરેને લઈને ચકાસણી કરાઈ હતી ત્યાર બાર સ્કૂલોનુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવામાં આવી રહ્યું છે.આમ આ ક્રેડીટ આમ આદમી પાર્ટીએ લીધી છે. ત્યારે ફરી એક વખત મનીષ સિસોદીયા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને આ વખતે તેઓ 3 જૂનના રોજ વડોદરા ખાતે આવી શિક્ષકો, આચાર્યો સાથે સંવાદ કરશે.વડોદરામાં એજ્યુકેશન ટાઉન હોલ નામે યોજાનારા આ કાર્યક્રમમાં મનીષ સિસોદીયા શિક્ષકો, આચાર્યોની સાથે સાથે વિદ્યાર્થીઓની સાથે પણ સંવાદ કરશે. આ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓની સમસ્યાઓ પણ જાણશે અને શિક્ષકોની સમસ્યાઓ પણ જાણશે અને ગુજરાતમાં ફી ને લઈને પણ મહત્વનો મુદ્દો છે જેમાં શહેરી વિસ્તારમાં તગડી ફી સ્કૂલ સંચાલકો દ્વારા વસુલવામાં આવે છે.
આ વખતે શિક્ષણ મુદ્દે રાજનીતી -દિલ્હીના શિક્ષણ મંત્રી ગુજરાતમાં આવી, શિક્ષકો સાથે કરશે સંવાદ

Leave a Comment