યે હૈ ન્યૂઝ ઈન્ડિયા : ધાનેરા
ધાનેરામાં દિવસે ને દિવસે ચોરી અને ચીલઝડપના બનાવો વધી રહ્યા છે. ધાનેરાના નવા બસ સ્ટેન્ડના નાકા ઉપર આવેલ મણીધર મોબાઇલ શોપ નામની દુકાનમાં ગત રાત્રીના સમયે ઉપરથી પતરાં તોડીને ચોરોએ દુકાનમાં ગ્રાહકો ના રીપેરીંગમા આવેલ મોબાઇલો તેમજ મોબાઇલ ની હજારો રૂપિયા ની એસેસરીઝની ચોરી થતાં દુકાનદાર દિનેશભાઈ રાવને દિવાળીની સીઝનના સમયે હોળી જેવી હાલત થઈ છે. આ ચોરીની ધટનાની જાણ પોલીસને કરતા પોલીસે ધટના સ્થળે આવી પાછળની દુકાનના સી સી ટીવી કેમેરામાં ચેક કરતા કોઈ અજાણ્યા ઈસમોએ રાત્રીના બે થી ત્રણ વાગ્યા ના સમયે ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું જણાઈ આવે છે. આ દુકાનદાર દિનેશભાઈ એ જણાવ્યું હતું કે મારી દુકાનમાંથી હજજારો રૂપિયા ના ગ્રાહકો ના મોબાઈલ ની ચોરી થઈ છે. જો પોલીસ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવે તો સી સી ટીવીના ફુટેજના આધારે ચોરો ઝડપાય તેવુ લાગી રહ્યુ છે.શુ ધાનેરા પોલીસ આ ચોરો નું પગેરૂ મેળવશે ખરા જે હવે જોવાનું રહ્યું ??…