ગુજરાત કોંગ્રેસ દ્વારા ગત રોજ ના રાત્રી ના સમયે ૪૩ ઉમેદવારો નામો ની જાહેરાત થઇ હતી.જેમાં બનાસકાંઠા ની મહત્વ ની બેઠક ગણાતી ડીસા વિધાનસભા માં કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી ના પુત્ર સંજય રબારી ને ટિકેટ આપવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.ત્યારે ડીસા કોંગ્રેસ માં કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો.ત્યારે સંજય રબારી સમર્થકો માં ખુશી જોવા મળી હતી.ત્યારે આજે બીજા દિવસે ડીસા માં કોંગ્રેસ ઉમેદવાર ને વિરોધ કરવામાં આવ્યો હતો જેની સાથે કોંગ્રેસ ના આગેવાનો એ રાજીનામા આપ્યા હતા.જેમાં જિલ્લા પંચાયત સદસ્ય અને પૂર્વ જિલ્લા પ્રમુખ પીનાબેન ઘડિયા ,જિલ્લા પંચાયત સદસ્ય પોપટજી દેલવાડીયા ,ડીસા પૂર્વ પાલિકા પ્રમુખ વિપુલ શાહ ,ડીસા પૂર્વ પાલિકા પ્રમુખ કૈલાશબેન શાહ ,ડીસા પાલિકા સદસ્ય ડૉ ભાવિ શાહ ,પૂર્વ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન અજમલજી ઠાકોર, કોંગ્રેસ મહામંત્રી નરસિંહ દેસાઈ ,યુથ કોંગ્રેસ પ્રમુખ ડીસા વિધાનસભા ના સાગર દેસાઈ સહીત ૧૫ જેટલા કોંગ્રસ અગ્રણીઓ રાજીનામાં ધરી દેતા કોંગ્રેસ ને ભારે ફટકો પડ્યો હતો.જેમાં સુત્રો પાસે મળતી માહિતી મુજબ અગાઉ તેમના પણ અનેક વાર ચુંટાઈ ને આવેલા ગોવાભાઈ રબારી ને ટિકિટ અપાઈ હતી.આ વખતે પણ તેમના પુત્ર સંજય રબારી ને ટીકીટ અપાતા રાજીનામાં ધરવામાં આવ્યા છે.જેમાં લોકો માં એવું પણ ચર્ચા ના ચગડોળે ચડ્યું છે વંશવાદ ને લઈને પણ આ રાજીનામાં ધરવામાં આવ્યા છે તેવું લોકો માં ચર્ચાઈ રહ્યું છે ત્યારે હવે ડીસા વિધાનસભા ની ચુંટણી કેટલી રસપ્રદ બનશે જે હવે જોવાનું રહ્યું...!
ડીસા કોંગ્રેસ માં ભંગાણ સર્જાયું ,૧૫ જેટલા અગ્રણીઓ આપ્યું રાજીનામું ,કોંગ્રેસ પર પરિવારવાદ ચલાવ્યો હોવાનો આક્ષેપ કરાયો

Leave a Comment