
યે હૈ ન્યૂઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ)
ભારત માં ની રક્ષા કરી આર્મી જવાન તરીકે દેશની સરહદોના રખોપા કરતા ૨૧ વર્ષની યશસ્વી સેવા આપી નિવૃત થયેલા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના કોળાવા ગામ ના રબારી પ્રેમાભાઈ ગજાભાઈ તા -૦૪/૦૯/૨૦૨૧ ના રોજ માદરે વતન પહોંચતા ગ્રામજનો મોટી સંખ્યામાં પહોંચી દેશભક્તિના ગીત-સંગીત સાથે કાર્યક્રમ યોજાયો હતો . નિવૃત આર્મી જવાન માદરે વતન મોટી કોળાવા ગામે આવી પહોંચતા તેમનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વાવ વિધાનસભા ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને અન્ય આગેવાનો-પરિવારજનોએ પણ તેમનું ફુલહારથી સ્વાગત કર્યું હતું. તેમની દેશ સેવાઓને બિરદાવી હતી અને શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગમાં સમગ્ર ગામ હિલોળે ચડ્યું હતું.ગામમાં ઉત્સવનો માહોલ સર્જાયો હતો.તે બાદ નિવૃત આર્મી જવાને જણાવ્યું કે ગામના યુવાનોને હું આ જરૂરી તમામ માર્ગદર્શન આપીશ અને દેશ ની સેવામાં જોડાવા આહવાન કરું છુ. આજે મારું ગ્રામજનોએ જે ઉષ્માભર્યું ભવ્ય સવાગત-સન્માન કર્યું તે માટે ગામના આગેવાનો,યુવાનો,સૌ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.