વાવ ખાતે લોકો ના આરોગ્ય અને સુખાકારી માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દરેક પ્રકાર ની આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ છેલ્લા કેટલા સમય થી વાવ રેફરલ ખાતે એક્સ રે રૂમ બંધ હાલત માં જોવા મળ્યું ત્યારે અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ એ સામુહિક આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધી હતી અને જાણવા મળ્યું હતું કે કોરોના ની બીજી લહેર માં એક્સ-રે ટેકનીશીયન માં કામ કરતા ટેકનીક ઓપરેટર નું મ્રત્યુ થયું છે તે બાદ આ એક્સ –રે મશીન બંધ હાલત માં જ છે વધુ માં આ સામુહિક આરોગ્ય કેન્દ્ર અધિક્ષક સાથે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે અમે લોકો એ જવાબદાર તંત્ર ને આ એક્સ-રે ટેકનીશીયન ની ખાલી જગ્યા ને લઇ ને રજૂઆત કરી છે અને ટૂંક દિવસ માં તેનું નિરાકરણ આવશે

વધુ માં એક બાજુ ગ્રામીણ વિસ્તાર માં કોરોના સંક્રમણ વધી રહ્યું છે અને કોરોના ની સંભવિત ત્રીજી લહેર માં કેશ વધશે તો દર્દીઓ ને એક્સ-રે રીપોર્ટ ની જરૂર પડે તેમ છે ત્યારે વાવ સી.એચ.સી.માં જલદી જલ્દી એક્સ-રે ટેકનીશીયન ની ખાલી જગ્યા ભરવામાં આવે તેવી લોક માંગ છે