ધાનેરા તાલુકા ના સામરવાડા પાસે પૂર ઝડપે આવી રહેલ કાર 6ફૂટની દીવાલ કૂદી ખેતરમાં પડી હોવાના વિડીયો વાયરલ થયો છે.જેમાં પૂર ઝડપે આવી રહેલ કારના ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પહેલા પેટ્રોલ પંપ પાસે અથડાઈ અને તે બાદ દિવાલ કૂદીને ખેતરમાં પડી હતી.જોકે અકસ્માતની ઘટનાના સીસીટીવી કેમેરા ના લાઈવ વિડીયો વાયરલ થયા છે .જેમાં પુર ઝડપે આવેલ કાર હવામાં ઊડતી દેખાઇ હતી જોકે સુત્રો પાસે થી મળતી માહિતી મુજબ કાર ચાલકનો આબાદ બચાવ થયોહતો અને કારચાલક કાર મૂકીને ફરાર થયો હતો તેમજ પેટ્રોલ પંપ પર કોઈ વ્યક્તિ ના હોવાથી મોટી જાનહાની ટળી હતી