બાંગ્લાદેશના સ્ટાર ઓપનરે ટી-20 ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃતિ, ફેસબુક પોસ્ટ કરી આપી જાણકારી

બાંગ્લાદેશના 33 વર્ષીય સ્ટાર બેટ્સમેન તમીમ ઈકબાલે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટ (T20I)માંથી નિવૃત્તિ લઈ લીધી છે. રવિવારે, તેણે એક ફેસબુક પોસ્ટ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે લખ્યું હતું કે  ‘આજથી મને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત માની લો.’તમીમ ઇકબાલ લાંબા સમયથી બાંગ્લાદેશની ટી-20 ટીમમાંથી બહાર ચાલી રહ્યો હતો. તેણે તેની છેલ્લી ટી20 મેચ 9 માર્ચ 2020ના રોજ એટલે કે લગભગ અઢી વર્ષ પહેલા રમી હતી. આ મેચ બાંગ્લાદેશના મીરપુરમાં ઝિમ્બાબ્વે સામે રમાઈ હતી.તમિમ બાંગ્લાદેશ માટે 78 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે. જેમાં તેણે 24.08ની બેટિંગ એવરેજથી 1758 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 116.96 હતો. T20 ઈન્ટરનેશનલમાં પણ તેના નામે સદી છે.

લાંબા સમયથી T20 ટીમમાંથી બહાર રહેલો તમીમ બાંગ્લાદેશની વનડે અને ટેસ્ટ ટીમનો નિયમિત હિસ્સો રહ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ સામે તાજેતરની ટેસ્ટ અને વનડે શ્રેણીમાં બાંગ્લાદેશની પ્લેઈંગ-11માં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તમિમ બાંગ્લાદેશ માટે 228 વનડે અને 69 ટેસ્ટ મેચ રમ્યો છે. તમીમના નામે વનડેમાં 7983 રન છે. વનડેમાં તેની બેટિંગ એવરેજ 36.94 છે. તેણે વનડેમાં 14 સદી ફટકારી છે. તમિમે ટેસ્ટ ક્રિકેટમાં પણ 5 હજારથી વધુ રન બનાવ્યા છે. તેણે 39.09ની બેટિંગ એવરેજથી 5082 રન બનાવ્યા છે. તમિમ ટેસ્ટ ક્રિકેટમાં 10 સદી ફટકારી ચૂક્યો છે.

તમીમ ઇકબાલની કેપ્ટનશિપમાં બાંગ્લાદેશ ટીમે શાનદાર પ્રદર્શન કરતા વેસ્ટ ઈન્ડિઝને 3-0 થી સીરિઝમાં ક્લીન સ્વીપ કરી હતી. ગયાનામાં રમાયેલી છેલ્લી મેચ બાંગ્લાદેશે 4 વિકેટે જીતી હતી. તમીમને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. સિરીઝ જીત્યા પછી તરત જ સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગ્યે તમિમ ઇકબાલે તેના ફેસબુક પેજ પર બંગાળીમાં લખ્યું, “હું આજથી જ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. દરેકનો આભાર.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version