વાવ તાલુકાંનો સાતમાં તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો..

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ દ્વારા રાજયના નાગરિકોને ઘરઆંગણે રાજય સરકારની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તેમજ વહીવટમાં કાર્યક્ષમતા પારદર્શકતા સંવેદનશીલતા તથા જવાબદારીપણું રાજય સરકાર દ્વારા પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પહોચાડવા હેતુસર મુખ્યમંત્રી દ્વારા ગ્રામ્યકક્ષાએ સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેના આશય થી વાવ ખાતે આવેલ કન્યા પ્રાથમિક શાળા નંબર -૦૨ માં રાજય સરકાર દ્વારા પ્રજાજનોના વ્યકિતગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુથી કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં આવકના દાખલા, રેશનકાર્ડની લગતી અરજીઓ, વિધવા સહાય, ઘરેલુ નવું વીજ જોડાણ માટે અરજી, નિરાધાર વૃદ્ધ સહાય, મા વાત્સલ્ય કાર્,ડ માં અમૃત કાર્ડ .પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના વગેરે લાભો પુરા પાડવામાં આવ્યા હતા આજ ના આ કાર્યક્રમ માં વાવ નાયબ મામલદાર રાવલ સાહેબ ,નાયબ મામલદાર અરવિંદભાઈ ચૌધરી (ઇ-ધરા) તેમજ વાવ તાલુકા વિકાસ અધિકારી રાહુલ ભારદ્વાજ ની અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version