દાંતા તાલુકા માં ચાલતી મનરેગા ઓફિસ દ્વારા માટીકામ માટે ગ્રામસેવક દ્વારા કામ અર્થે બોલાવી મનરેગા જોબ કાર્ડ આપવામાં આવ્યા હતા .જેમાં દાંતા ગામ ના ઓડવાસ, મદારિવાસ,પરમારવાસ, બજાણિયાવાસ ના અતિ ગરીબ પરિવાર ના લોકો ને કામે રાખી તેમને જોબ કાર્ડ અપાયા હતા.ત્યારબાદ પગાર ખાતા માં ચૂકવવાનો છે કહી આ જોબ કાર્ડ ધારકો પાસે થી તેમના જોબ કાર્ડ, આધાર કાર્ડ, બેંક ની પાસ બુક વગેરેગ્રામ સેવક દ્વારા જમાં લેવામાં આવેલ હતી .જે આજદિવસ સુધી ગ્રામ સેવક દ્વારા પરત કરવામાં આવી નથી. તેમજ ઉઘરાવેલા જોબ કાર્ડ માંથી અમુક ને જ પગાર ની ચુકવણી કરાઈ છે જ્યારે બાકી ના તમામ કાર્ડ ધારકો ને આજ દિન સુધી પગાર ચુકવાયો જ નથી ! જે બાબતે અનેક વાર આ લોકો દ્વારા મનરેગા ઓફિસ માં જઈ ગ્રામ સેવક ને આ બાબતે રજૂઆત કરતા ગ્રામ સેવક દ્વારા ઉડાઉ જવાબો આપી પરત મોકલાયા હતા.જ્યારે તાલુકા વિકાસ અધિકારીશ્રી પણ ને મૌખિક રીતે રજૂઆત પણ કરવામાં આવી હતી.તેમ છતાં ગ્રામસેવક , મનરેગા ઓફિસ, અને તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
મનરેગા એ સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે જેમાં સરકારશ્રી દ્વારા જનહિત ના કામ માટે જરૂરિયાતમંદ લોકો ને કામ અને મહેનતાણું ચૂકવવામાં આવે છે.ત્યારે સરકાર દ્વારા ચુકવતા મહેનતાણામાં પણ સરકારી અધિકારીઓ અને કર્મીઓ દ્વારા નાના કામદારો ના પગાર અને લાભ શા માટે અટકાવવામાં આવ્યા છે.તે પ્રશ્ન અહી ઊભો થાય છે.ગ્રામ સેવક દ્વારા નાના કામદારો ના જોબ કાર્ડ અને ડોક્યુમેન્ટ જમાં લઇ, ૨ -૨ વર્ષ થવા છતાં મહેનતાણું નહિ ચૂકવવા અને ડોક્યુમેન્ટ પરત નહિ આપવા પાછળ શું ખેલ કરવામાં આવી રહ્યો છે? શું નાના કામદારો ના જોબ કાર્ડ અને ડોક્યુમેન્ટ ની આડશ માં સરકાર ના કર્મચારીઓ દ્વારા સરકાર નો જ ખેલ પાડી પોતાના ખિસ્સા તો નથી ભરાઈ રહ્યા? કે પછી સરકાર ના મનરેગા ખાતા માં આળસ ભરાઈ પડી છે કે કામદારો ના પગાર અટકાવી રહ્યા છે.
સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ ખાતા ના જ અમુક અધિકારીઓ દ્વારા દબાવી દેવામાં આવતા હોય જેના લીધે જરૂરિયાતવાળા લોકો ને લાભ મળતો નથી અને ગરીબ લોકો ના નામે મસ મોટા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યા છે.જે બાબતે સરકાર દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણા ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.ત્યારે ઉપરોક્ત બાબતે હવે સરકાર ના ઉચ્ચ અધિકારીઓ મનરેગા કાર્ડ ધારકો ને તેમના હક અને મહેનતાણું મળે અને ગરીબો ના હક ને દબાવી દેનાર સરકારી કર્મી સામે યોગ્ય કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું…