હૈદરાબાદમાં બીજેપીની યોજાએલા કાર્યક્રમની અંદર પીએમ મોદીએ કહ્યું કે, સૌનો સાથ સૌનો વિકાસ આ મંત્ર પર ચાલતા તેલંગણાના લોકો વિકાસ પર નિરંતર પ્રયાસ કરી રહ્યા છીએ. છેલ્લા 8 વર્ષમાં બીજેપી સરકારે દરેક ભારતીયોના જીવનમાં સકારાત્મકતા લાવવાનો પ્રયત્ન કર્યો છે. વિકાસનો લાભ દરેક લોકો સુધી પહોંચે તે માટે અમે નિરંતર કામ કર્યું છે. જે વંચિત, શોષિત રહ્યા છે તેમને પણ રાષ્ટ્રીય યોજનાના માધ્યમથી વિકાસમાં ભાગીદાર બનાવ્યા છે. દલિત, ગરીબ, વંચિત, આદિવાસી બધાને લાગે છે કે, ભાજપા સરકાર આવશ્યકતા અને આકાંક્ષાઓની પૂરતી કરી રહી છે. દેશની મહિલાઓ અને બહેન દિકરીઓને લાગે છે તેમની સુરક્ષા અને સુવિધા વધી છે અને રાષ્ટ્રના વિકાસમાં અધિક યોગદાન આપી શકે છે. ભાજપા સરકારનો આ સેેવાનો લાભ દરેકને લોકો અને પરીવારને મળી રહ્યો છે. તેલંગણાની બહેનો દિકરીઓને મળી રહ્યો છે. તેમની સુરક્ષા એ અમારી પ્રાથમિકતા છે તેમ વડાપ્રધાન મોદીએ આજે તેલંગણામાં કહ્યું હતું. તેમને વધુમાં કહ્યું કે, પુરુષોની સરખામણીએ મહિલાઓની સંખ્યા વધી છે. દેશની નારી શક્તિને રાષ્ટ્ર શક્તિ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે મહિલાઓ દરેક નિર્ણયમાં સહભાગીદાર બની રહી છે. મહિલાઓ માટેની વિવિધ યોજનાઓ પણ સરકારે બનાવી છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.