ડીસા તાલુકાના થેરવાડા ગામે અટલ ભુજ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો

અટલ ભૂજલ યોજનાની શરૂઆત જળ શક્તિ મંત્રાલય હેઠળ કાર્યરત જળ સંશાધન, નદી વિકાસ અને ગંગા શુદ્ધિકરણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર કેન્દ્ર સરકારની તરફથી લાવવામાં આ યોજના શરૂ કરવામાં આવી હતી જેનાથી 2024 સુધી દેશના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાના સરકારના સંકલ્પને મદદ મળશે.અટલ ભૂજલ યોજનાની શરૂઆત જળ શક્તિ મંત્રાલય હેઠળ કાર્યરત જળ સંશાધન, નદી વિકાસ અને ગંગા શુદ્ધિકરણ વિભાગ દ્વારા કરવામાં આવી છે. અટલ ભૂજલ યોજનાનું લક્ષ્ય દેશના જુદા-જુદા ભાગોમાં ભૂગર્ભ જળના સ્તરને ઊંચુ લાવવાનું છે. ભૂગર્ભ જળના સ્તર વધારો કરવાથી પીવાની પાણીની સમસ્યાનો ઉકેલ આવશે અને તેની સાથે ખેડૂતોને ફાયદો પહોંચાશે. ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ પર કેન્દ્ર સરકારની તરફથી લાવવામાં આ યોજના શરૂ કરવામાં આવી હતી.જે અંતર્ગત ડીસા તાલુકાના થેરવાડા ગામે પણ નાલંદા વિદ્યાલય ખાતે અટલ ભુજ યોજના અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ થકી જે પ્રમાણે પાણીના તળ દિવસેને દિવસે નીચા જઈ રહ્યા છે તેને ફરી એકવાર ઉપર લાવવામાં આવે તે હેતુ આ કાર્યક્રમ યોજાયો હતો. પાણીની અછત વાળા વિસ્તારોમાં આજે પાણીની મોટી તંગી સર્જાઈ રહી છે ત્યારે હાલમાં થેરવાડા ગામે પણ નાલંદા વિદ્યાલયના બાળકોએ ગામ લોકોમાં પાણી પ્રત્યે જાગૃતિ આવે તે માટે નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલા આ કાર્યક્રમમાં થેરવાડા ગામના સરપંચ થેરવાડા નાલંદા વિદ્યાલય આચાર્ય શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાઈ અટલ ભુજ યોજનાનો અંતર્ગત કાર્યક્રમ સફળ બનાવ્યો હતું

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version