હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વહેલી સવારથી જ ડીસા સહિત આજુબાજુના અનેક પંથકોમાં ભારે વરસાદ શરૂ થયો હતો 3 દિવસના વિરામ બાદ ફરી ડીસા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે અને આજે વહેલી સવાર થી જ ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો છે. સુકાયેલા વરસાદ ફરી શહેરના માર્ગો અને ગલીઓ માં પાણી ભરવાનું શરૂ થઈ ગયું છે હવામાન વિભાગે પણ આગામી બે દિવસ સુધી ભારે થઈ હતી ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે ડીસા તેમજ આજુબાજુના ગ્રામીણ વિસ્તારના લોકો વિભાગની આગાહીને લઈને ચિંતામાં મુકાયા છે અઠવાડિયા અગાઉ પણ મળેલા ભારે વરસાદની પગલે અનેક ગામડાઓ જળમગ્ન થઈ ગયા હતા અને ખેડૂતોને લોકોને જાનમાલને મોટો નુકસાન થયું હતું ત્યારે ફરી ભારે વરસાદ થાય તો નુકસાનગ્રસ્ત ગામડાના લોકોને ફરી નુકસાન થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. અગાઉ પણ પડેલા ભારે વરસાદના પગલે હજી સુધી ખેતરોમાંથી વરસાદી પાણી સુકાયા નથી ત્યારે ફરી એકવાર ભારે વરસાદના પગલે ખેડૂતોને નુકસાનની ભીધી જોવા મળી રહી છે. આજે વહેલી સવારથી શરૂ થયેલા વરસાદના કારણે ફરી એકવાર અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા ત્યારે હાલ તો સ્થાનિક લોકોને ખેડૂતોને ભારે વરસાદના પગલે 2017 જેવી પરિસ્થિતિ થાય તેવુ લાગી રહ્યું છે..