દિયોદર ના લક્ષ્મીપુરા વિસ્તારમાં ગત સાંજે પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતી ઉપર યુવતીના પરિવારોના લોકો એ સજા કર્યાની ઘટના ચકચાર બની છે. દિયોદર ના લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા ગણપતભાઈ ધૂડાભાઈ ગોહિલ એ 2018 ની શાલમાં હિનાબેન નામની મુસ્લિમ યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જેઓ પ્રેમ લગ્ન બાદ યુવક યુવતી બહાર ગામ રહેતાં હતાં. લગ્ન બાદ યુવતીની તબિયત સારી ના રહેતા પ્રેમ લગ્ન કરનાર યુગલ પરિવાર સાથે પિતા ધુડાભાઇ ગોહિલ ના ઘરે રહેવા માટે આવ્યા હતા.
જ્યાં ગત રાત્રિએ યુવતીના પરિવારોના લોકો પ્રેમ લગ્ન કરનાર યુવક ગણપતભાઈ ગોહિલ અને યુવકની પત્નિ હિનાબેન ગોહિલ સહિત યુવકના પરિવાર પર હૂમલો કરાયો હતો. જ્યાં સ્થાનિક સોસાયટીના લોકો ને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા. જ્યાં યુવક યુવતી અને પરિવારો પર હુમલા ની ઘટનાને લઈને દિયોદર પોલીસને જાણ કરાઈ હતી. ઘટના ની જાણ થતાં દિયોદર પોલીસ સ્થળે દોડી આવી હતી .અને મામલો થાળે પાડ્યો હતો.
બીજી તરફ યુવક યુવતીને સ્થાનીક લોકોએ દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં યુવતીની તબિયત લથડતાં યુવતિને વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો પ્રેમ લગ્ન કરનાર યુવક એ દિયોદર પોલીસ મથકે હુમલાખોરો સામે લેખિતમાં રજુઆત કરી હતી. દિયોદર પોલીસ એકસન્માં આવી કુલ ચાર લોકો ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.