પાલનપુર ની માલણ દરવાજા ડમ્પીંગ સાઈટ ને લઈને વિપક્ષનો વિરોધ વિપક્ષ અને સ્થાનિકોએ ડમ્પીંગ સાઈડ પાસે ધરણા અને સૂત્રોચાર કર્યા છેલ્લા કેટલાક સમયથી ડમ્પિંગ સાઈટ ને લીધે 20 ગામને જોડતો માર્ગ બંધ છે ગેરકાયદેસર ડમ્પીંગ સાઈટ હટાવી અને સફાઈ કરવાની વિપક્ષે માંગ કરાઇ પાલનપુર માલણ દરવાજાની ડમ્પીંગ સાઈટ ને લઈને પ્રજા પરેશાન છે 20 ગામને જોડતો માર્ગ બંધ છે અને આ સમગ્ર વિસ્તાર ગંદકી થી ખદબદી રહ્યો છે અનેક વાર પાલીકા થી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત થઈ છે પરંતુ આ ડમ્પીંગ સાઈટનો નિકાલન થતા 20 જેટલી સોસાયટીઓના રહીશોનું આરોગ્ય જોખમાય છે ને જેને લઇને આજે ડમ્પીંગ સાઈટ પર પાલનપુર પાલિકાના વિપક્ષ અને સ્થાનિકોએ ધરણા કરી વિરોધ નોંધાવ્યો હતો ડમ્પિંગ સાઇટને લઈને આજુબાજુના 20 સોસાયટીના રહીશો નું આરોગ્ય જોખમાય છે છેલ્લા પાંચ વર્ષ થી પાલનપુર માલણ દરવાજા પર આવેલી ડમ્પીંગ સાઈટ થી પ્રજા પરેશાન છે છેલ્લા એક વર્ષથી 20 ગામને જોડતો માર્ગ બંધ છે ત્યારે 20 જેટલી સોસાયટીના રહીશો નું આરોગ્ય જોખમાય છે અને કવાર પાલિકામાં રજૂઆત કરી છે ટેન્ડર પ્રક્રિયા પણ થઈ છે પરંતુ ટેન્ડર પ્રક્રિયામાં પણ વિપક્ષે ભ્રષ્ટાચાર ના અક્ષેપો કર્યા છે ત્યારે માલણ દરવાજા પાસે આવેલી ડમ્પિંગ સાઈટ ન હટતા આખરે પાલિકાના વિપક્ષ અને કોર્પોરેટર સહિત સ્થાનિક લોકો એ ધરણા કર્યા