ડીસા તાલુકાના ભીલડી ગામેથી ગત 21 ફેબ્રુઆરીના રોજ રાત્રીના સુમારે રાજસ્થાનના સાંચોર તાલુકાના ભુવાણા ગામનો કિરણ ઠાકોર નામનો શખ્સ સગીરાને ભગાડી ગયો હતો. જે અંગે સગીરાના પિતાએ કિરણ સામે લગ્નની લાલચ આપી તેમની દીકરીને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને પગલે પોલીસે તરત જ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.વધુ માં ભીલડી PSI આર.એમ. ચાવડાની ટીમે ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઈન્ટેલીજન્સની મદદથી રાજકોટથી ભોગ બનનાર સગીરાને શોધી કાઢી હતી. તેમજ આરોપી કિરણ ઠાકોરને ગણતરીના દિવસોમાં પકડી પાડી જેલ ના સળિયા પાસે ધકેલ્યો છે. જ્યારે ભીલડી પોલીસે ભોગ બનનાર સગીરાને તેના પરિવારજનોને સોંપી વધુ કાર્યવાહી હાથધરી છે.