ખેરાલુના વાવડી ગામ ના વતની અને વિસનગર કાંસા એનએ વિસ્તારની ગાયત્રી સોસાયટીમાં રહેતા ભરથરી નાગજીભાઇ પુંજાભાઇ કાંસા ચોકડી પાસે ઉભી રહેતી કે.બી. આમલેટ સેન્ટર નામની લારીના માલિક આરીફભાઇ અબ્બાસભાઇ શેખના ત્યાં નોકરી કરે છે. મંગળવારે રાત્રે આરીફભાઇ થલોટા રોડ ઉપર બ્રેડ લેવા ગયા હતા. ત્યારે વાલમ ગામનો પટેલ ભાવિક ઉર્ફે ગફુરે આવી આમલેટ બનાવ કહેતાં નાગજીભાઇએ શેઠ બ્રેડ લેવા ગયા છે આવીને બનાવી આપશે બેસો તેમ કહેતાં ભાવિકે ઉશ્કેરાઇ જઇ ખિસ્સામાંથી અસ્ત્રો કાઢી ગળાના ભાગે મારી જતો રહ્યો હતો.
મળતી માહિતી મુજબ , આ ધટના દરમિયાન આરીફભાઇ આવી જતાં લોહીલુહાણ હાલતમાં નાગજીભાઇને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. વધુ સારવાર અર્થે અમદાવાદ સોલા સિવિલમાં રીફર કરાયા છે. પોલીસે નાગજીભાઇના નિવેદન આધારે વાલમના ભાવિક ઉર્ફે ગફુર નામના શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.