બનાસકાંઠા જીલ્લા માં ચોરી ના બનાવ માં દિનપ્રતિ દિન વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે ચોર ટોળકી ઓ શહેર છોડી હવે ગ્રામવિસ્તાર માં આવેલા મંદિરો ને ટાર્ગેટ બનાવી રહ્યા છે.ત્યારે થરાદ શહેર મુખ્ય મેઈન બજાર માં આવેલા બળીયા હનુમાન મંદિરમાં રાતના સમયે અજાણા ચોરો એ દાન પેટી તોડી ચોર ચોરી કરી ફરાર થઈ ગયા હતા.જ્યારે આ મામલો સવાર ના સમયે પૂજા કરવા આવેલા મોન્ટુ મહારાજને ખબર પડતા પ્રકાશમાં આવતા ચકચાર મચીજવા પામી હતી.આ સમગ્ર મામલે પુજારી દ્વારા થરાદ પોલીસ ને જાણ કરાતા થરાદ પોલીસે તપાસ ના ચક્રો ગતિમાન કર્યા હતા.