બનાસકાંઠા જીલ્લા માં આવેલી એશિયા ની સૌથી મોટી ડેરી બનાસડેરી માં પશુ પાલકો મુશ્કેલી માં મુકાયા હોવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે.જેમાં સુત્રો એ આપેલ માહિતી અનુસાર ડેરી માં દૂધ ભરાવતી મહિલાઓ તેમજ પરુષો ને ફરજીયાત બનાસબેંક માં ખાતા ખોલાવવા નું ફરજીયાત કરાયું છે.જેમાં અત્યાર સુધી અન્ય બેંકો ના ખાતા માં પણ પૈસા જમા થઇ જતા હતા.પરંતુ બનાસ બેંક માં પશુપાલકો ને ફરજીયાત ખાતા ખોલાવવા ના દૂધ મંડળીઓ ને સૂચનાં ઓ મળતા પશુપાલકો મુશ્કેલી માં વધારો થયો છે છે.જેમાં આગામી ત્રણ દિવસો માં ડોક્યુમેન્ટ આપવા સૂચનો આપવામાં આવ્યા છે.જેમાં દૂધ મંડળીઓ માં લાગેલ નોટીસ માં જણાવ્યુ છે.જો ત્રણ દિવસ માં ગ્રાહક ડોક્યુમેન્ટ જમા નહિ કરાવે તો દૂધ માં ભાવફેર તેમજ પગાર નહિ મળવા ના બેનરો લાગ્યા અને જોવા મળ્યા છે.