વાવ સુઈગામ સહિત થરાદ પંથકમાં ઉનાળાની શરૂઆત થઈ છે.ત્યારે ગરમીનો પારો 45ડિગ્રીને પાર પહોંચ્યો છે.ત્રણ દિવસથી ગરમીનો પારો ઉચકાઈ ગયો છે.ત્યારે સરહદી વિસ્તારમાં પણ લોકો તોબા પોકારી ઊઠ્યાં છે.હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ બે દિવસ વધુ ગરમી રહેશે.ત્યારે લોકો ઉનાળાની કાળઝાળ ગરમીમાં બપોર સમયે ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.બનાસકાંઠા જિલ્લાની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલાં વાવ અને સુઈગામ પંથકમાં ઉનાળાનાં પ્રારંભે જ ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચતા માણસોને ગરમીમાં બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે રણમાં વસવાટ કરતાં પશુ,પક્ષીઓ સહિત વન્ય પ્રાણીઓની ઉનાળાની કાળઝાળ ગરમીમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યું છે.ત્યારે વાવ સુઈગામ નેશનલ હાઈવે કસ્ટમ રોડને અડીને આવેલા ગામડાઓમાં પણ ગરમીનું પ્રમાણ ચિંતાજનક રીતે વધતાં લોકો બપોરનાં સમયમાં ઘરની બહાર નીકળતાં નથી.તો વળી ગરમીથી રાહત મળે તે માટે લોકો શેરડીનો રસ,આઈસ્ક્રીમ,ઠંડુંપીણું જેવાં અનેક અવનવા નુસખાઓ અપનાવી રહ્યા છે