ધાનેરા પંથકમાં હોસ્પિટલ ના મેડિકલ વેસ્ટ નગરપાલિકાના ટેકટર દ્વારા નંખાયેલ બાબતેના સમાચાર પ્રસિદ્ધ થતા ધાનેરા આરોગ્ય તંત્ર તેમજ નગરપાલિકા દોડતું થયું હતું અને આજે સરાલ રોડ સાઈડમાં આરોગ્ય તંત્ર તેમજ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા તપાસ ધરાઈ હતી અને આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ વેસ્ટ ના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને નગરપાલિકાને પણ તાકીદે આ જગ્યા પર પડેલ કચરા ના નિકાલ કરવા તાકીદ કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે આ જગ્યાઓમાં પડેલ વેસ્ટ કચરો ની સફાઈ કરવામાં આવે જેથી આજુબાજુના વિસ્તારના લોકો ના આરોગ્યને કોઈ નુકસાન પહોંચે નહીં અને પશુધન પણ નુકસાન થાય નહીં તે બાબતેની કાર્યવાહી કરવા નગરપાલિકાને પણ જણાવવામાં આવ્યું હતું આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસ કરી હોસ્પિટલો ને નોટીસ પણ આપવામાં આવશે તેવું આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું આ દરમિયાન આજુબાજુ વિસ્તારના લોકોએ પણ આરોગ્ય ખાતા અને નગરપાલિકાને આવી ગંભીર નોંધ લઇ કાર્યવાહી કરવા જણાવ્યું હતું