બનાસકાંઠા માં કોંગ્રેસ ના વધુ એક નેતા એ શોશિયલ મીડિયા ના માધ્યમથી કવિતા પોસ્ટ કરી વિરોધિયો પર કટાક્ષ કર્યો જેમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે ટ્વીટ કરી લખ્યું કે,
એક સાંધે ત્યાં તેર તુટે છે, ભાજપ તારા વળતા પાણી…. પ્રજાને તો ખૂબ લૂંટે છે, ભ્રષ્ટાચારીઓને કરી લહાણી…. બ્રિજ તૂટ્યાને પડ્યાં ગાબડાં, કહો કટકી ક્યાં ક્યાં વહેચાણી?… પેટ્રોલ ડીઝલ ભડકે બળતું, ગેસના ભાવથી ગૃહિણી અકલાણી… પક્ષ પલટુંને ટીકીટ આપી, જુના રોવે રાતાપાણી બહારનાને ધમકાવે પણ પોતાંવાળા કરે છે તાણાતાણી .. જ્યાં જુઓ ત્યાં વિરોધ વંટોળો મધદરિયે જઈ નાવ અટવાણી… ખોટા સિક્કા ક્યાં લગ ચાલે કાગના વાઘની વાત નથી અજાણી કવિતા મારફતે ભાજપ પર શબ્દો ના પ્રહારો કર્યા હતા.