20 ગામ ગોળ સેનમાં રાવત સમાજ ટ્રસ્ટ દ્વારા આજે વડગામના પીલુચા ગામે પ્રથમ વખત સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમૂહ લગ્નમાં 11 જોડકાઓએ આજે પ્રભુતાના પગલાં માડયા હતા જોકે હિન્દુ શાસ્ત્રો વિધિ વદ સાથે સમૂહ લગ્ન યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં લોકો આ સમૂહ લગ્ન માં જોડાયા હતા જોકે સમૂહ લગ્નમાં સમાજના અને બીજા સમાજના દાતાઓ ઉદાર હાથે ફાળો આપી અને આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે સમાજ અગ્રણી મુળજીભાઈ રાવત દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ પ્રથમ વખત અમારા સમાજમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે અને સમાજના લોકો દ્વારા તન મન ધનથી પૂરો સહયોગ આપવામાં આવ્યો હતો ફરીથી આવતા વર્ષે સમૂહ લગ્ન કરવામાં આવશે તેવું જણાવ્યું હતું