બનાસકાંઠા ના સરહદી વાવ થરાદ વિસ્તાર ના કોંગ્રેસ ની પીઢ અગ્રણી પૂર્વ ધારાસભ્ય સદગત.હેમાજી દરગાજી રાજપૂત ની પ્રથમ પુણ્ય તિથિ એ અનોખી શ્રધાંજલિ પાઠવી હતી તેના ભાગ રૂપે પરિવાર ના સહયોગ થકી 50 લાખ ના આરોગ્યલક્ષી સાધનો હોસ્પિટલ ને અર્પણ કરી પુણ્યતિથિ નિમિતે રક્તદાન કેમ્પ માં 600 બોટલ રક્ત એકત્ર કરી અનોખી શ્રદ્ધાંજલિ અપાઈ હતી જણાવી દઈએ કે સદગત હેમાજી રાજપૂત એ ધારાસભ્ય તરીકે કરેલી સફળ કામગીરી ની સુવાસ આજે પણ અકબંધ છે અને હાલ પોતા ના પૌત્ર થરાદ ના ધારાસભ્ય ગુલાબસિહ રાજપૂત છે પૂર્વ ધારાસભ્ય ની પ્રથમ પુણ્ય તિથિ એ શ્રદ્ધાંજલિ આપવા અનેક સંતો મહતો રાજકીય આગેવાનો એ હાજરી આપી હતી