આંગડિયા પેઢીઓમાં જપ્ત કરાયેલી રોકડનો આંક રૂ.૧૫ કરોડ પર પહોંચ્યો

[ad_1]

આઇપીએલના સટ્ટાને લઇને કરોડોના હવાલા થયાના ડોક્યુમેન્ટ મળ્યા

સીઆઇડી ક્રાઇમના દરોડાની કાર્યવાહી બાદ ઇડી દ્વારા આંગડિયા પેઢીઓમાં તપાસ શરૂ કરવામાં આવીઃ હજુ અનેક પેઢીઓ સીઆઇડી ક્રાઇમની રડારમાં

સીઆઇડી ક્રાઇમની વિવિધ ટીમ દ્વારા પાડવામાં ૨૫થી વધુ આંગડિયા
પેઢીઓ પર પાડવામાં આવેલા દરોડામાં જપ્ત કરવામાં આવેલી રોકડનો આંક ૧૫ કરોડ પર પહોંચ્યો
છે. સાથેસાથે હજુ પણ કેટલાંક આર્થિક વ્યવહારોને આધારે તપાસ કર્યા બાદ વધારે રોકડ મળવાની
સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.  હાલ સીઆઇડી
ક્રાઇમની સાથે ઇન્કમટેક્ષની એક ટીમ તપાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં દુબઇથી હવાલા
થયાની કડી મળતા ઇડી પણ હવે આ કેસની તપાસમાં સક્રિય થઇ છે. બીજી તરફ સીઆઇડી ક્રાઇમ આઇપીએલ
સટ્ટાના કરોડો રૂપિયાના આથિક વ્યવહારને લઇને તપાસ કરી રહી છે.
સીઆઇડી ક્રાઇમના ઉચ્ચ અધિકારીઓની અલગ અલગ ટીમ દ્વારા અમદાવાદ
ઉપરાંત
, રાજ્યના અન્ય શહેરોમાં આવેલી વિવિધ આંગડિયા પેઢી પર દરોડાની કાર્યવાહી
કરવામાં આવી હતી. જેમાં મોડી રાત સુધી ચાલેલી કામગીરી દરમિયાન રૂપિયા ૧૫ કરોડથી વધારે
રોકડ અને દોઢ કિલો ઉપરાંતનું સોનું મળી આવ્યું હતું.  સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ  આ સમગ્ર મામલે ઇન્કમ ટેક્ષ વિભાગને સાથે રાખીને
કાર્યવાહી કરી હતી. સાથેસાથે આઇપીએલના સટ્ટાના કરોડો રૂપિયાના હવાલા થયાની મહત્વની
કડી પણ સીઆઇડી ક્રાઇમને મળી હતી. જેના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. આ હવાલાની રકમનું
દુબઇ કનેકશન  પણ મળ્યું હોવાથી સીઆઇડી ક્રાઇમ
દ્વારા ઇડીને પણ આ અંગે જાણ કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા મુજબ
પોલીસે દરોડા દરમિયાન લેપટોપ
પેન
ડઇવ અને આર્થિક વ્યવહારોની નોંધના કાગળોનો મોટો જથ્થો પણ જપ્ત કરાયો છે. જેની તપાસમાં
આગામી સમયમાં મોટા ખુલાસા થશે. આ  ઉપરાંત
સીઆઇડી ક્રાઇમ દ્વારા આગામી સમયમાં
પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવશે.

[ad_2]

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version