ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સમગ્ર જિલ્લામાં ચોરે અને ચોતરે ક્યાં ઉમેદવારો જીતશે તેની ચર્ચાઓ થઇ રહી છૅ. તે વચ્ચે આવતીકાલે મત ગણતરી હાથ ધરાશે ત્યારે બનાસકાંઠા જિલ્લાની 9 બેઠકો માટે આવતીકાલે સવારે 8:00 વાગે થી પાલનપુરની જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મત ગણતરી હાથ કામગીરી થવાની છે જેને લઇ તંત્ર તમામ પ્રકારની તૈયારીઓ સાથે સજ્જ બન્યું છે તમામ બેઠકો પર 14 ટેબલ ઉપર મતગણતરી હાથ ધરવામાં આવશે .જેમાં વાવ વિધાનસભા બેઠક માટે અંદાજિત 24 રાઉન્ડ, થરાદ વિધાનસભા બેઠક માટે 19 રાઉન્ડ, ધાનેરા વિધાનસભા બેઠક માટે 20 રાઉન્ડ,દાંતા વિધાનસભા બેઠક માટે 22 રાઉન્ડ,વડગામ વિધાનસભા બેઠક માટે 22 રાઉન્ડ, પાલનપુર વિધાનસભા બેઠક માટે 20 રાઉન્ડ,ડીસા વિધાનસભા બેઠક માટે 21 રાઉન્ડ, દિયોદર વિધાનસભા બેઠક માટે 19 રાઉન્ડ અને કાંકરેજ વિધાનસભા બેઠક માટે 22 રાઉન્ડમાં આ મતગણતરી હાથ ધરાવાની છે મહત્વની વાત છે કે 2 દિવસ અગાઉ વિધાનસભાની ચૂંટણીઓને લઈ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં જિલ્લાની 9 વિધાનસભા બેઠકો પર 72.49 ટકા મતદાન નોંધાયું છે જોકે અત્યારે આ તમામે તમામ વિધાનસભાના 75 જેટલા ઉમેદવારોના ભાવિ ઈવીએમ મશીનમાં કેદ છે પરંતુ આવતીકાલે મતદાન પ્રક્રિયા હાથ ધરાયા બાદ આ તમામ ઉમેદવારોના ભાવિનો ફેસલો થઈ જશે….