બનાસકાંઠા જીલ્લા ના વાવ તાલુકા ના ચૂવા થી ગંભીરપુરા રોડ ઉપર બન્ને સાઇડ ગાંડા બાવળો રોડ પર બે થી ત્રણ ફુટ જેટલા આવી ગયા છે અને ક્યાંક તો રોડ બાવળોમાં દેખાતો નથી એટલા પ્રમાણમાં ગાંડા બાવળો રસ્તા ઉપર છે રસ્તાની આજુબાજુ મોટા પ્રમાણમાં ગાંડા બાવળો રોડ ઉપર આવી જવાના કારણે કેટલીક વખત અંદરથી પસુઓ રસ્તા ઉપર આવે તે દેખાતા હોતા નથી તેમજ સાઇડ આપવામાં કે લેવામાં પણ તકલીફ પડતી હોવાથી મોટા પ્રમાણમાં અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે . ખાસ કરીને રાત્રી દરમિયાન અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સાંકડા રોડની સાઈડ પર જ ગાંડા બાવળની ઝાડીથી વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છેમાટે માર્ગ અને મકાન વિભાગ પોતાની આળસ ખંખેરીને તાત્કાલીક આ ગાંડા બાવળો વાહન ચાલકોના હિતમાં દુર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.