ઊંઝા તાલુકાના ઉનાવા ગામે છ વર્ષ પૂર્વે પઠાણો સાથે સૈયદોને ઝઘડો થયેલ જેના સમર્થનમાં ઉભા રહેલા ફકીર સમાજના યુવક ઉપર તેની અદાવત રાખીને કેટલાક ઈસમોએ રાત્રીના સમયે હુમલો કરી માર મારતા મોત થયું હતું. જેથી પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ હતી.જે મુદ્દે ધાનેરા ફકીર સમાજના આગેવાન આદીલશા દિવાનની આગેવાની હેઠળ મૃતક પરિવારને યોગ્ય ન્યાય મળે તે માટે ધાનેરા ફકીર સમાજના આગેવાનો અને યુવાનો દ્વારા લેખિતમાં રેલી સ્વરૂપે ધાનેરા કલેકટર કચેરીએ પહોંચી ધાનેરા નાયબ કલેકટરશ્રીને આવેદપત્ર આપી આરોપીઓને તાત્કાલિક ઝડપી ને જેલ ભેગા કરવાની માંગ કરી છહતી. આ હત્યામાં સંડોવાયેલા અને કાવતરું ઘડનાર તમામ આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય, અને ફરાર થઇ ગયા હોય તો તેમના ઇનામ રાખી આખા ગુજરાતમાં વોટેન્ડના ફોટો લગાવવામાં આવે, હત્યામાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે પાસા અને ગુજસીટોક કાયદા અંતર્ગત કલમો સમાવેશ કરવામાં આવે, મરણ જનાર યુવકના પરિવારને પોલીસ સુરક્ષા આપવામાં આવે,હત્યા કરનારા આરોપીઓના ઘર, હોટેલ,ઓફિસ પર કોમ્બિંગ કરી ઘાતક હથિયાર કબ્જે કરવામાં આવે સહિત અનેક માંગો કરવામાં આવી હતી