બનાસકાંઠા જીલ્લા ૫૯૦ ગ્રામ પંચાયતો ની સામાન્ય અને ૬૩ ગ્રામપંચાયત માં પેટા ચુંટણી યોજાવાની છે જેમાં સરહદી વાવ તાલુકા ૨૩ ગ્રામપંચાયત અને ૬ વોર્ડ ની ચુંટણી યોજાવાની છે જેમાં રાછેણા ગામ ના સરપંચ ઉમેદવાર તરીકે હાલ માં વર્તમાન સરપંચ કિરણભાઈ દેવજીભાઈ રાજપૂત એ ફરી એકવાર સરપંચ ની ઉમેદવારી નોધાવી ગ્રામપંચાયત ની ચુંટણી ઝંપલાવી છે
જેમાં તેમના ટેકેદાર રૂપાભાઇ જેઠાભાઈ રાજપૂત સહીત મોટી સંખ્યા માં ગામ ના આગેવાનો,અન્ય સમાજ ના લોકો તેમજ ગામલોકો એ સમર્થન આપી હાજર રહી ઉમેદવારી નોધાવી હતી જેમાં રાછેણા ના વિકાસને પ્રાધાન્ય આપી લોકોના પ્રશ્નોનું હંમેશા સમાધાન કરવા વચનબદ્ધતા સાથે રાછેણા ગામની જનતાની પાસે સમર્થન અને મતની માંગણી કરી હતી.