બનાસકાંઠા જીલ્લા ના વાવ APMC માર્કેટયાર્ડ ખાતે સત્તાવાર રીતે ચુંટાઇ આવેલા ચેરેમેન નાગજીભાઈ ભાવાભાઈ પટેલે, વાઇસ ચેરમેન પદે ભુરાભાઈ વખતરામભાઈ આશલ વિધિવત ૧૨વાગ્યા ને ૩૯ મિનીટ ના વિજય મુહૃત માં સત્તાવાર રીતે પદગ્રહણ કર્યુ હતું.આજ ના પદગ્રહણ કાર્યક્રમ માં બોર્ડ ઓફ ડીરેકટરો,માર્કેટયાર્ડ ના સેક્રેટરી લાલજીભાઈ ચૌધરી સહીત ભારતીય જનતા પાર્ટી ના વાવ તાલુકા હોદેદારો તેમજ ખેડૂત તેમજ વેપારી મિત્રો બહોળી સંખ્યા માં હાજર રહી શુભકામનાઓ પાઠવી હતી..