ભાભર પોલીસ સ્ટેશનમાં થયેલી અરજી મામેલ રમેશભાઇ ઉર્ફ ઠાકરશીભાઇ સેધાજી ઠાકોર રહે.સુથારનેસડી ભાભરવાળો છેલ્લા બે વર્ષથી ગુમ છે અને આજદિન સુધી મળી આવેલ ન હોઇ જે વણશોધાયેલ ગુમના કામે એલ.સી.બી.ની અલગ-અલગ ટીમો બનાવી ગુમ થનારને શોધી કાઢવા ખાનગી બાતમી હકિકતથી તેમજ ટેક્નીકલ સર્વેલન્સના આધારે જાણવા મળેલ કે, ગુમ થનાર રમેશભાઇ ઉર્ફ ઠાકરશીભાઇ સેધાજી ઠાકોર રાત્રીના સમયે રમેશભાઇ સંગ્રામભાઇ માળી નેસડા ચેમ્બુઆ ગામની સીમમાં આવેલ ખેતરમાં ઘરના પાછળના ભાગે લીમડાના ઝાડ ઉપર ગળે ફાંસો ખાઇ મરણ ગયેલ હતો, જેની લાશ અમરતભાઇ ખેતાભાઇ તેમજ રમેશભાઇ સંગ્રામભાઇ ગેહલોત માળીએ લાશને નીચે ઉતારી કોથળામાં પુરી બંને ભેગા મળી અમરતના બાઇકમાં નેસડા-ચેમ્બુઆ રમેશના ખેતરેથી થરાદ કેનાલ ભાપી-વામી વચ્ચે પહોચી કોથળામાંથી લાશ બહાર કાઢી સાયફનમાં નાખી દીધી હતી.તેમજ મરણ જનારનો મોબાઇલ છુપાવી અલગ-અલગ સ્થળે અને સમયે અમરત તેમજ રમેશ બંને જણાઓ અમરતના મોટર સાયકલ ઉપર વાવથી મોબાઇલ લઇ જઇ થોડાક સમય માટે મોબાઈલ ઓપરેટ કરી મરણજનાર જીવતો હોઇ તેવું સાબીત કરવા તેમજ આત્મહત્યાના દુષ્પેરણના ગુનામાં બચવા પોલીસને ગેર માર્ગે દોરવા તેમજ પુરાવાનો નાશ કર્યો હતો. જોકે, બનાસકાંઠા LCB એ ત્રણને પૂછપરછ કરતા ગુનાની કબુલાત કરી હતી. અમરતભાઇ ખેતાભાઇ જાતે ખરડોલા (બ્રાહ્મણ) રહે.ગામ ભાચલી તા.વાવ,રમેશભાઇ સંગ્રામભાઇ જાતે ગેહલોત (માળી), રમીલાબેન રમેશભાઇ જાતે ગેહલોત (માળી) બંને રહે.ગામ નેસડા ચેમ્બુઆ ઝડપી પાડી ભાભર પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે.