બનાસકાંઠા જિલ્લામાં થરાદના દાંતીયાથી દ્વારકા વિદ્યાર્થીઓને પ્રવાસે લઈ જતી બસનો અકસ્માત સર્જાયો હતો. અચાનક પીલુડા નજીક બસ પલટી ખાતા દાંતીયા પ્રાથમિક શાળાના 15 જેટલા વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. હાલમાં તમામ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને થરાદ ની ખાનગી હોસ્પિટલ માં લાવ્યા હતા. જોકે સદનસીબે અકસ્માતની જાણ થતા જ આસપાસના સ્થાનિકો એકઠાં થઈ ગયા હતા અને વિદ્યાર્થીઓને બસમાંથી હેમખેમ બહાર કાઢી લેવાયા હતા. બસ પલટી ખાતા જ અંદર બેસેલા વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરી મુકી હતી. ઈજાગ્રસ્તોની વાત કરીએ તો કેટલાક બાળકોને મોઢે તેમજ કેટલાકને હાથ-પગમાં નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જોકે ખાનગી હોસ્પિટલ ના ડોકટર દ્વારા જણાવાયુ હતું કે નાની મોટી ઈજાઓ થતા બાળકો મલમ પટ્ટી રજા અપાઈ હોવાનું ડોકટરે જણાવવામાં આવ્યું હતું.
