4 કિમિ રોડ વચ્ચે પુરનાં પાણીનો પ્રવાહ પસાર થતો હોઈ દર વર્ષે ભારે વરસાદને કારણે ગામનો મેઈન એપ્રોચ રોડ પુરનાં પાણીથી રોડ નીચે બનાવેલ નાળાઓ તણાઈ જવાથી ગ્રામજનોને અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું. તો વળી ઈમરજન્સી સેવા પણ બંધ થઈ જતાં ગ્રામજનોએ વારંવાર સરકારમાં રજુઆત પણ કરી હતી. ત્યારે પુલની કામગીરીઓ ચાલું કરી દીધી છે. રૂ 1.25 કરોડનાં ખર્ચે નવીન પુલનું નવીનીકરણ કરવામાં આવતાં ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે.વાવ તાલુકાનાં પ્રતાપપુરા ગામથી બહાર નીકળવાનો મેઈન એપ્રોચ રોડ ઈઢાટા ગામ તરફ જતો રોડ વર્ષ 2015 અને 2017માં ભારે પુરને લઈને આ રસ્તામાં બનાવેલ નાળા તણાઈ ગયાં હતાં.જેથી વાહનચાલકો અહીંથી પસાર થવું માથાનાં દુઃખાવા સમાન બન્યું હતું તો બીજી બાજુ શાળાએ જતાં બાળકોને પાણીમાંથી પસાર થવું પડતું હતું.ત્યારે પ્રતાપપુરા ગ્રુપ ગ્રામપંચાયત દ્વારા વાવનાં પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરીને પણ કરી હતી.રાજ્ય સરકાર દ્વારા રૂ.1.25 કરોડનાં ખર્ચે 60 મીટર લંબાઈમાં પુલ બનાવવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે સરહદી વાવ તાલુકાનાં અનેક ગામડાઓમાંથી પુરનો પ્રવાહ પસાર થવાથી ગામડાઓ સંપર્ક વિહોણા બને છે.ત્યારે આ પુલ નવો બનાવથી પ્રતાપપુરાનાં ગ્રામજનોને રાહત થશે.એવું પ્રતાપપુરા સરપંચ નાગજીભાઈ પટેલે જણાવ્યું હતું.

- રેલ નદીનું પાણી ઢીમામાંથી પસાર થતાં પટ્ટામાં પણ પુલની તાંતી જરૂરિયાતપૂરી પાડતા લોકો માં આનંદ ફેલાયો
સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાંથી ભારે વરસાદથી રેલ નદીનું પાણી પસાર થાય છે ત્યારે અનેક ગરીબ પરિવારોનાં ઘરમાં પાણી ઘુસી જાય છે અને ગામનાં નીચાણવાળા વિસ્તારોમાં પાંચ ફૂટ પાણી ભરાય છે.ત્યારે અધિકારીઓ દ્વારા અનેક વખત વાયદાઓ અને વચન જ મળે છે.મુખ્ય એપ્રોચ રોડ અને ઢીમા માવસરી રોડ પર પણ મોટા પુલની જરૂરિયાત છે એવું ગ્રામજનોએ જણાવ્યું હતું.