બનાસકાંઠા જીલ્લા ના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માં છેલ્લા કેટલાય સમય થી દારુ નું વેચાણ તેમજ ખુલ્લે આમ દારુ ની આપ લે થતી હોવાના વિડીયો વારંવાર વાયરલ થતા હોય છે.જેને લઈને મીડિયા ના માધ્યમ થી અનેક વાર પ્રસારિત કરવમાં આવતા થરાદ PI એસ.એમ.વાલોતરિયા ના માર્ગદર્શન મુજ્બ થરાદ પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ .આર.એસ.દેસાઈ ની રાહબરી હેઠળ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર મા દારુની બદી ને નેસ્તનાબૂદ કરવા તેમજ લોકોમા જાગૃતી ફેલાવવા થરાદ ટાઉન વિસ્તાર મા પોલીસ કર્મચારીઓ દ્વારા પોસ્ટર લગાવવા મા આવ્યા.આ પોસ્ટર માં જણાવાયું હતું કે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માં ચાલતી દેશી અને વિદેશી દારુ નું વેચાણ તેમજ અસમાજિક પ્રવુતિ ઓ થતી અટકાવા થરાદ પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા જણાવાયું છે.વધુ માં પોલીસ ને માહિતી આપનાર વય્ક્તિ નું નામ અકબંધ રાખવામાં આવશે તેમ જણાવ્યું હતું..