ગાંધી બાપુ ના ગુજરાત માં દારૂ ની કડક અમલવારી ના દાવા વચ્ચે ગુજરાત માં વારંવાર દારૂ પકડાતો હોય છે ત્યારે વધુ એક વખત થરાદ પોલીસ સ્ટેશન વિસ્તાર માં 30લાખ થી વધુ ના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે દારુ ઝડપ્યો છે જેમાં જાણવામળતી માહિતી મુજબબનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ સાહેબે જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એચ.પી.પરમાર પોલીસ ઈન્સ્પેકટર તથા આર.જી.દેસાઈ.પો.સબ.ઈન્સ એલ.સી.બી નાઓના માર્ગદર્શન મુજબએ.એસ.આઈ. નરપતસિંહ તથા અ.હેડ.કોન્સ. ભુરાજી તથા દિગ્વિજયસિંહ તથા પો.કોન્સ. અમરસિંહ તથા દશરથભાઈ નાઓ થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કોન્સ. અમરસિંહ તથા દશરથભાઈ નાઓને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે એક ઈસમ એક આર.સી.સી.ના મિક્ચર ગોળાવાળી ટ્રક માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી સાંચોર બાજુથી થરાદ તરફ આવનાર છે

જે બાતમી હકીકત આધારે થરાદ મુકામે સરકારી કોલેજ પાસે વોચમાં હતા તે દરમિયાન હકીકત વાળી ટ્રક આવતા રોકાવી ટ્રકમાં જોતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયરની બોટલો નંગ ૩૬૦૦ કિ.રૂા.૧૮,૧૭,૮૮૦/-નો તથા મોબાઈલ નંગ-૧ કી.રૂ.૫,૦૦૦/- ટ્રક ગાડી કી.રૂ.૧૨,૦૦,૦૦૦/-એમ કુલ મુદ્દામાલ કિ.રૂ।.૩૦,૨૨,૮૮૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતાં ગાડી ચાલક કલ્યાણસિંહ એમાનસિંહ રાવ તથા દારૂ ભરાવનાર – ગણેશ બિશ્નોઈ રહે.ડાવલ તા.સાંચોર જિ.જાલોર(રાજસ્થાન)વાળાઓ વિરુદ્ધમાં પ્રોહીબીશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.