બનાસકાંઠા જીલ્લા ના થરાદ ખાતે આજરોજ થરાદ ફાયર બ્રિગેડ દ્વારા જાંણદી પ્રાથમિક શાળા તા.થરાદ જિ. બનાસકાંઠાના વિદ્યાર્થીઓ ,પ્રિન્સીપાલશ્રી મોડજીભાઈ એસ.રાજપુત અને સ્ટાફ મિત્રો અને ગામ લોકોને આગ પૂર ભૂકંપ જેવી કુદરતી અને માનવસર્જિત આફત સામે કેવી રીતે બચી શકાય તેની વિસ્તૃત માહિતી આપવા માં આવી થરાદ ફાયર બ્રિગેડ દ્વારા..જેમાં ફાયર ઑફિસર વિરમભાઈ રાઠોડ અને તેમની ટીમ દ્વારા વિવિધ પ્રકારની આપત્તિઓ સામે કઈ રીતે લડી શકાય અને બચી શકાય તે માટેની ડેમો સાથેની માહિતી આપવામાં આવી હતી.શાળા પરિવારે ફાયર ટીમનો આભાર માન્યો હતો.