ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર ડ્રગ્સ સહિતની પ્રતિબંધિત વસ્તુઓ ઘૂસાડવામાં આવતી હોવાના કિસ્સા વારંવાર પ્રકાશમાં આવતા રહે છે. આવામાં પોલીસને તપાસ દરમિયાન મોટી સફળતા મળી છે. પ્રાથમિક તપાસ દરમિયાન મેફેડ્રોન ડ્રગ્સનું રાજસ્થાન થી ગુજરાત માં ડ્રગ ઘુસાડવા માં આવી રહ્યું હતું.બનાસકાંઠાના સાંચોર-થરાદ રોડ પર આવેલ ખોડા ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન ડ્રગ્સ ઝડપાયું છે ૨૪૪૫૩૦વધુ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે અને તેની સાથે એક ઇસમ ની ધરપકડ પણ કરવામાં આવી છે. થરાદ પોલીસ ને બાતમી ના આધારે 24 ગ્રામ ડ્રગ સાથે એક આરોપી ને દબોચી લીધો છે વધુ માં થરાદ પોલીસે NDPS નો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી..