ગુજરાત પર વાવાઝોડાનું સંકટ ઘેરુ બનતું જાય છે ત્યારે કચ્છના દરિયાકાંઠે આ વાવાઝોડું ટકરવાનું છે અને સૌથી વધુ પ્રભાવિત બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા પાટણ માં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેને લઇ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બન્યું છે.ત્યારે પ્રાંત કલેકટર દ્વારા મીટીંગ યોજી હતી.જેમાં દરેક ગામમાં શેલ્ટર હોમ તૈયાર કરી દેવામાં આવ્યા છે. જેમાં તમામ પ્રાથમિક સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. ગામ લેવલ સુધી વહીવટી તંત્રની ટીમો તૈયાર કરવામાં આવેલી છે. પ્રાંત લેવલે પોલીસ, ફોરેસ્ટ, રેવન્યુ, પંચાયત અને નગરપાલિકાની સંસ્થાઓનો જોઈન કંટ્રોલરૂમ તૈયાર કરવામાં આવ્યો છે જેથી કોર્ડિનેશન થઈ શકે.દરેક તાલુકામાં જિલ્લા લેવલ માંથી એક અધિકારની અપોઈન્ટમેન્ટ કરવામાં આવ્યો છે જે લાઇજનિંગ અધિકારીનું કામ કરશે. વધુ માં વાવાઝોડાના માહોલ વચ્ચે ઘરના તમામ બારી-બારણાઓ બંધ રાખવા, શક્ય હોય તો ઘરની બહાર ન નીકળવા, ઝાડ નીચે કે વીજ પોલ નીચે ન ઉભા રહેવા, ઘરમાં જરૂરી ચીજ વસ્તુઓ હાથવગી રાખવા, મોબાઈલ ચાર્જિંગ રાખવા, ઘરમાં ટોર્ચ રાખવા, અફવા ઉપર ધ્યાન ન આપવા તેમજ સરકારી માધ્યમ દ્વારા આવતી સૂચનાઓનો અમલ કરવા સહિત સાવચેતીના પગલાં રાખવા લોકોને અપીલ કરવામાં આવી હતી..