‘મોદી અટક’ કેસ મુદ્દે રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ત્રણ જજની પીઠ એની સુનાવણી હાથ ધરી. જસ્ટિટ બીઆર ગવાઈ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ સંજય કુમાર અરજી પર સુનાવણી હાથ ધરી હતી. આ કેસ વર્ષ 2019માં નોંધાયો હતો. લોકસભા ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીએ કર્ણાટકમાં એક સભા સંબોધતી વખતે કહ્યું હતું કે, બધા ચોરોની અટક મોદી જ કેમ હોય છે? ત્યારબાદ તેમણે નિરવ મોદી, લલિત મોદી અને પીએમ મોદીનાં નામ લીધાં હતાં. આ ભાષણ સામે વાંધો ઉઠાવીને સુરતના BJP ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટમાં ફરિયાદ કરી હતી, જેને સ્વીકારીને કોર્ટે સુનાવણી શરૂ કરી હતી.
4 વર્ષને અંતે ગત 23 માર્ચ, 2023ના રોજ સુરત કોર્ટે રાહુલ ગાંધીને દોષી ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટ અને હાઇકોર્ટે પણ આ સજા યથાવત રાખી. આખરે મામલો સુપ્રીમ કોર્ટ પહોંચતાં રાહુલને રાહત મળી છે. જેને પગલે વાવ વિધાનસભા તેમજ થરાદ વિધાનસભા ના કોંગ્રેસ ના આગેવાનો તેમજ હોદેદારો સહીત કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી સુપ્રીમ કોર્ટ ના નિર્ણય ને આવકાર્યો હતો.આજ ના આ કાર્યક્રમ વાવ ખાતે કોંગ્રેસ પીઠ અગ્રણી કેશરદાન ગઢવી સહીત વાવ કોંગ્રેસ ના કાર્યકર્તાઓ તેમજ થરાદ ખાતે વિધાનસભા ના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહીત થરાદ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ આંબાભાઈ નાઈ સહીત થરાદ કોંગ્રેસ ની ટીમ બહોળી સંખ્યા માં હાજર રહી સુપ્રીમ કોર્ટ ના નિર્ણય ને આવકારી ને આતિશબાજી કરી હતી.