બનાસકાંઠા ના થરાદ થી સાંચોર હાઇવે ચાર રસ્તા નજીક મોટો ખાડો જોવા મળ્યો હતો.જેમાં ચાર માસ અગાઉ પાણી લીકેજ ના કારણે ખોદવામાં આવેલા ખાડા નું પુરાણ ના કરાતા આજે ખુલ્લા ખાડા માં જીપ ગાડી ખાબકી હતી.જેમાં આજુબાજુ ના લોકો એકઠા થતા લોકો ના ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા.આ ખાડા માં ખાબકેલી જીપ માં બેસેલ પેસેન્જરો ને નુકશાન ના થતા રાહત નો શ્વાસ લીધો હતો.જેથી તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે ચાર મહિના અગાઉ ખોદવામાં આવેલ ખાડા નું પૂરાણ કેમ નહીં?? કોઈ મોટી દુર્ઘટના થશે તો જવાબદાર કોણ? જેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે જેથી આ ખાડાઓ થી મોટી જાનહાની થાય તે પહેલાં તંત્ર જાગી ખાડા નું પુરાણ કરે તેવી રાહદારી તેમજ વાહન ચાલકોની માંગ છે