[ad_1]
અમદાવાદમાં આ વર્ષે ચોમાસાની મોસમમાં મ્યુનિસિપલ કોર્પોરેશન
દ્વારા શહેરમાં રુપિયા દસ કરોડના અંદાજિત ખર્ચથી ત્રીસ લાખ વૃક્ષ વાવવા આયોજન
કરવામાં આવ્યુ છે.ત્રીસ લાખ પૈકી ૨૬ લાખ વૃક્ષ કયાં વાવવા એ અંગે મ્યુનિ.તંત્રે
નિર્ણય કરી લીધો છે. આ વર્ષે શહેરના વિવિધ પ્લોટમાં ૧૬ લાખ નાના અને ૪૦ હજાર મોટા
વૃક્ષ વાવવામાં આવશે. ચાર લાખ વૃક્ષ વાવવા
માટે અલગ અલગ સોસાયટીઓ તેમજ સ્વૈચ્છીક સંસ્થાઓની મદદથી વૃક્ષારોપણ કરવામાં
આવશે.સાત ઝોનમાં ઝોન દીઠ કેટલા વૃક્ષ વાવવા એ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ
વિભાગ સાથે સંકલન કરી એક ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે.જેના આધારે વૃક્ષારોપણના
લક્ષ્યાંકને સફળ બનાવવા મ્યુનિસિપલ તંત્ર પ્રયાસ કરશે.
પંદર જુનથી
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વર્ષે ત્રીસ લાખ વૃક્ષ વાવવાની કામગીરી શરુ
કરવામાં આવશે. વર્ષ-૨૦૧૧-૧૨માં કરવામાં આવેલા સર્વે બાદ શહેરનો ગ્રીન કવર એરીયા
૪.૬૬ ટકા હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવા મુજબ, વર્ષ-૨૦૧૯થી
વર્ષ-૨૦૨૪ સુધીના સમયમાં શહેરના ૪૮ વોર્ડ વિસ્તારમાં ૭૫.૪૩ લાખ વૃક્ષ
વાવવામાં આવ્યા હતા.શહેરનો કુલ વિસ્તાર ૪૬૬ સ્કેવર મીટરથી વધીને ૪૮૦.૮૮ સ્કેવર
મીટર થઈ ગયો છે.પાંચ વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી વાવવામાં આવેલા ૪૦ ટકા
વૃક્ષ-રોપા યોગ્ય માવજત અને દેખરેખના અભાવે કરમાઈ ગયા છે.આ વર્ષે મ્યુનિ.તંત્ર
મોટા અને નાના વૃક્ષોની સાથે સાત લાખ ફુલ-છોડ વાવશે.મધ્યઝોનમાં સાત સ્થળે, પૂર્વ ઝોનમાં સોળ
સ્થળે, પશ્ચિમ
ઝોનમાં દસ સ્થળે, ઉત્તર
ઝોન અને દક્ષિણ ઝોનમાં અનુક્રમે અગિયાર સ્થળે તેમજ ઉત્તર-પશ્ચિમ તથા દક્ષિણ-પશ્ચિમ
ઝોનમાં અનુક્રમે વીસ-વીસ સ્થળે વૃક્ષારોપણ કરવામાં આવશે.પૂર્વ ઝોનમાં ૬.૫૧ લાખ
નાના વૃક્ષ વાવવામાં આવશે.ઉત્તર અને દક્ષિણ ઝોનમાં ૨.૫૦ લાખ તથા પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ
ઝોનમાં બે લાખ તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં એક લાખ જેટલા નાના વૃક્ષ વાવવામાં
આવશે.ફલાવરીંગ છોડમાં ઝોન દીઠ સરેરાશ ઝોન
દીઠ સરેરાશ સવા લાખ છોડ વાવવામાં આવશે.મોટા વૃક્ષ આઠથી દસ ફુટ સુધીના વાવવામાં
આવશે.
કયાં-કેટલા વૃક્ષ વાવવામાં આવશે?
લોકેશન વૃક્ષ વવાશે
ગાંધીઆશ્રમ પ્રોજેકટ ૪,૦૦૦
ગાંધીઆશ્રમ સામે ૨,૦૦૦
ગાંધીઆશ્રમ ગૌશાળા ૬,૦૦૦
મધર ટેરેસાઆશ્રમ સામે ૧૧,૦૦૦
કેન્દ્રીય વિદ્યાલય,સાબરમતી ૧૦,૦૦૦
વિસતથી તપોવન રોડ સાઈડ ૨૦,૦૦૦
કમિબા પ્લોટ,ગોતા ૧૦,૦૦૦
ઓગણજ સર્કલ,ગોતા ૨૦,૦૦૦
સેન્ટરી ગ્રીનની બાજુમાં ૧૯,૦૦૦
આર્યન બંગલો પાસે,થલતેજ ૩૫,૦૦૦
મકરબા રેલવે લાઈન પેરેલલ ૨૫,૦૦૦
મ્યુનિ.પ્લોટ,શાહીબાગ ૫૫,૦૦૦
નક્ષત્ર એલિગન્સ પાસે ૫૫,૦૦૦
આદીત્ય સંકુલ રોડ,નરોડા ૨૪,૦૦૦
કાન્વી રેસ્ટોરન્ટ પાસે,નરોડા ૩૦,૦૦૦
પીરાણા ડમ્પ સાઈટ ૨૮,૦૦૦
રશ્મિવિહાર બાજુમા,વટવા ૨૫,૦૦૦
ગોકુલનગર ચાર રસ્તા,લાંભા ૭૦,૦૦૦
નિકોલ નર્સરી સામેનો પ્લોટ ૧૪,૬૦૦
સુરોહી-૧ પાસેનો પ્લોટ,નિકોલ ૧૧,૬૪૦
અસારવા તળાવ પાસે ૨૪૦૦
બાયોડાયવર્સીટી પાર્ક,રામોલ ૩૦૦૦૦૦
બીડી પાર્ક સામેનો પ્લોટ,રામોલ ૫૦,૦૦૦
વૈદેહી એપા.સામેનો પ્લોટ,રામોલ ૫૦,૦૦૦
બે વર્ષમાં વૃક્ષારોપણ પાછળ સોળ કરોડનો ખર્ચ કરાયો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
દ્વારા શહેરના વિવિધ વોર્ડ વિસ્તાર ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનના ખુલ્લા પ્લોટ, મુખ્ય રસ્તાની
બંને બાજુ સહિતની જગ્યા ઉપર વૃક્ષારોપણ કરવા પાછળ રુપિયા સોળ કરોડથી વધુની રકમનો
ખર્ચ કરવામાં આવ્યો હતો.
વર્ષ ખર્ચ(કરોડમાં)
૨૦૨૧-૨૨ ૭.૩૯
૨૦૨૨-૨૩ ૯.૨
[ad_2]